શિક્ષણ નીતિ સંદર્ભે ટાસ્ક ફોર્સ સભ્યો દ્વારા સૂચવવામાં આવેલ મુદ્દાઓ

શિક્ષણ નીતિ સંદર્ભે ટાસ્ક ફોર્સ સભ્યો દ્વારા સૂચવવામાં આવેલ મુદ્દાઓ
સદર બેઠકની શરૂઆત માન . સચિવશ્રીના વક્તવ્ય દ્વારા કરવામાં આવેલ હતી , જેમાં તેઓશ્રી દ્વારા સભ્યોને સદર બેઠકમાં રાજ્યકક્ષાએ કરવાના નિર્ણય માટેના મુદ્દાઓ સંદર્ભે ચર્ચા કરવા જણાવેલ હતું . સમિતિના સભ્ય સચિવશ્રી ડૉ.ટી.એસ.જોષી દ્વારા અધ્યક્ષશ્રીની અનુમતિથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે ટાસ્ક ફોર્સ સભ્યો દ્વારા સૂચવવામાં આવેલ મુદ્દાઓનું પ્રેઝન્ટેશન કરવામાં આવેલ હતું . સદર બેઠકમાં પુખ્ત ચર્ચાના અંતે NEP અમલીકરણ સંદર્ભે રાજ્યકક્ષાએથી લેવાના થતા નિર્ણયો અંગે સર્વાનુમતે સહમતિ સાધવામાં આવેલ હતી . યસ્ક ફોર્સ દ્વારા લેવામાં આવેલ નિર્ણયો પૈકી જેનું અમલીકરણ વર્ષ 2021-22 છે તેવા નિર્ણયોની વિગત નીચે રજૂ કરવામાં આવેલ છે ; 1 ) NEP 2020 અનુસાર 3 વર્ષ થી 18 વર્ષની ઉંમરને આવરી લેતી આ નીતિમાં હાલના 10 + 2 ના શાળાકીય શિક્ષણના માળખામાં બદલાવ લાવીને નવીન 5 + 3 + 3 + 4 શૈક્ષણિક અને અભ્યાસક્રમ સંબંધિત માળખાની ભલામણ કરવામાં આવેલ છે . આ સંદર્ભે ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા સૂચવવામાં આવેલ નવીન માળખાનો સ્વીકાર કરવા સૂચન કરેલ છે . આથી , રાજ્યમાં નીચે જણાવ્યા અનુસારનું શાળાકીય માળખું અમલમાં લાવવા માટેનો નિર્ણય કરવામાં આવે છે . tee . રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં સૂચવવામાં આવેલ શાળાકીય માળખું + 3 + 3 + 4 રહેશે , જેમાં , ... a ) 5 વર્ષમાં પૂર્વ પ્રાથમિકનાં ૩ વર્ષ તથા ધોરણ 1 અને 2 પાયાનું શિક્ષણ ) b ) ૩ વર્ષ ધોરણ ૩ થી 5 પ્રારંભિક શિક્ષણ ) છે ૩ વર્ષ ધોરણ 6 થી 8 ( ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ) d ) 4 વર્ષ ધોરણ 9 થી 12 માધ્યમિક શિક્ષણ ) , અમલવારી – શિક્ષણ વિભાગ ) 2 ) ઉપરોક્ત મુદ્દા ( 1 ) ( a ) સંદર્ભે , શાળાકીય માળખા 5 + 3 + 3 + 4 માં અનુસાર ... a ) પ્રથમ પાંચ વર્ષ ( એટલેકે બાળકની ઉંમરના 3+ વર્ષથી ) ના પાયાના તબક્કામાં શરૂઆતનાં બે વર્ષ આંગણવાડી / પૂર્વપ્રાથમિકમાં રહેશે ,
b ) જ્યારે ત્યાર પછીનું એક વર્ષ ( બાળકની ઉંમરના 5 વર્ષથી ) ( ધોરણ 1 પહેલાનું વર્ષ ) બાલવાટીકા ' તરીકે ઓળખાશે . 2 . c ) જ્યારે બાળકની ઉંમરના 6+ વર્ષથી ધોરણ 1 ની શરૂઆત કરવામાં આવશે . 4 ) આ માળખાનો અમલ શૈક્ષણિક વર્ષ 2021-22 થી કરવાનો રહેશે . e ) પૂર્વપ્રાથમિક / આંગણવાડીમાં પ્રવેશ મેળવવા માટે 3 વર્ષ પૂર્ણ કરેલ બાળકોનો પ્રવેશ સુનિશ્ચિત કરવો . છે આ સાથે , રાજ્યમાં આદીજાતિ વિસ્તારમાં આવેલ આશ્રમશાળાઓમાં પણ આંગણવાડીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે . અમલવારી - શિક્ષણ વિભાગ , મહિલા અને બાળવિકાસ વિભાગ , આદિજાતિ વિકાસ વિભાગ ) 3 ) બાલવાટીકાની રચના પ્રાથમિક શાળાના ભાગ તરીકે જે તે શાળા પરિસરમાં કરવી જોઇએ . ) બાલવાટીકાના બાળકોને ધોરણ ૧ અને ૨ ની જેમ પ્રજ્ઞા અભિગમ દ્વારા પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે . b ) બાલવાટીકા માટે સ્ટાફની જરૂરિયાત અનુસાર ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ દ્વારા આઉટસોર્સીગથી કોન્ટ્રાક્ટ બેઇઝડ ભરતી કરવામાં આવશે . ) બાલવાટીકામાં નિમણૂક પામનાર શિક્ષકની ઓછામાં ઓછી PTC / D.EI.Ed. ની લાયકાત હોવી જોઈએ . ( અમલવારી – શિક્ષણ વિભાગ , મહિલા અને બાળવિકાસ વિભાગ , સમગ્ર શિક્ષા કચેરી ) 4 ) ઉપરોક્ત મુદ્દા ) ( d ) સંદર્ભે , અત્યારે રાજ્યમાં ધોરણ 9 - 10 માધ્યમિક શિક્ષણ અને ધોરણ 11 - 12 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ - એમ બે ભાગ તેના બદલે ધોરણ 9 થી 12 માટે ચાર વર્ષનું સળંગ એકમ કરવું જોઇએ . ( અમલવારી – શિક્ષણ વિભાગ , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ )
5 ) NEP 2020 અનુસાર રાજ્યમાં સાર્વજનિક , ખાનગી અને અનુદાનિત સહિતની તમામ પૂર્વપ્રાથમિકથી . ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સંસ્થાઓમાં આવશ્યક વ્યવસાયિક અને ગુણવત્તા માનાંકોના અનુપાલનને સુનિશ્ચિત કરવા માટે રાજ્ય દ્વારા State School Standards Authority ( SSSA ) જીસીઇઆરટીના સંકલનમાં રહી કાર્ય કરશે . ( અમલીકરણ - શિક્ષણ વિભાગ ) 6 ) રાજ્યમાં પૂર્વપ્રાથમિક સંસ્થાઓના નિયમન માટે State Preprimary Regulatory Body ની રચના કરવાની થાય છે , જે નિયામક , આઈ.સી.ડી.એસ. સાથે સંકલનમાં રહી રાજ્યમાં આવેલ તમામ પ્રકારની પૂર્વપ્રાથમિક સંસ્થાઓને માન્યતા આપવા માટે માનાંકો | ધારાધોરણો તૈયાર કરી અમલીકૃત કરે . 3 અમલવારી –મહિલા અને બાળવિકાસ વિભાગ , શિક્ષણ વિભાગ ) 7 ) રાજ્યમાં પૂર્વપ્રાથમિક તેમજ આંગણવાડી માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના શિક્ષકો તૈયાર કરવા માટે હાલના આંગણવાડી શિક્ષકોને પદ્ધતિસરની તાલીમ આપવામાં આવશે . આ અન્વયે , સદર તાલીમો માટે NCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમને ધ્યાને લઇ નવો અભ્યાસક્રમ તૈયાર કરવા માટે મહિલા બાળવિકાસ વિભાગ અને ચિલ્ડ્રન યુનિવર્સિટીનો સહયોગ મેળવી આ અંગેની તાલીમ અને પ્રમાણપત્ર જીસીઇઆરટી આપે . ( અમલવારી - જીસીઇઆરટી , ચિલ્ડ્રન યુનિવર્સિટી , મહિલા અને બાળ વિકાસ વિભાગ ) 8 ) NEP સંદર્ભે રાજ્યમાં ન્યાયિક રીતે શાળાઓનું એકત્રીકરણ કરવાનું થાય છે . આ સંદર્ભે નીચે જણાવેલ વિગતોને આધારે નિર્ણય કરવામાં આવે . a ) RTE એક્ટની જોગવાઈ પ્રમાણે 60 કરતાં ઓછી સંખ્યા હોય અને 1 થી 5 ધોરણની શાળા હોય તેવી શાળાની 1 કિમીની ત્રિજ્યામાં વધુ સંખ્યા વાળી ધોરણ 1 થી 5 શાળા આવેલી હોય તેમાં તે શાળા મર્જ કરવી . b ) ધોરણ 6 થી 8 ચાલતું હોય અને તેમાં 45 કરતાં ઓછી વિદ્યાર્થી સંખ્યા હોય તેવી શાળાની 3 કિમીની ત્રિજ્યામાં ધોરણ 6 થી 8 ની વધુ સંખ્યાવાળી અન્ય શાળા આવેલી હોય તેમાં તે શાળા મર્જ કરવી .
c ) શાળા મર્જ કરતી વખતે 2 શાળાઓ વચ્ચે હાઇવે પાર થતો હોય , નદીનાળા કે વિદ્યાર્થી સરળતાથી મર્જ થયેલી શાળામાં જઈ શકે તેમ ન હોય , તેવી શાળાઓને મર્જ કારવામાંથી મુક્તિ આપવી . d ) જે વિદ્યાર્થીઓને નજીકની પ્રાથમિક કે માધ્યમિક શાળામાં જવા અમુકમે 1 કી.મી. કે 3 કી.મી. કરતાં વધારે અંતર કાપવાનું થાય તો તેઓને ટ્રાન્સપોર્ટેશનની સગવડ આપવામાં આવશે . e ) આ ઉપરાંત , NEP અનુસાર રાજ્યમાં હાલ જે રીતે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ( CRC ) ની રચના થયેલા છે તેને શાળા સંકુલ તરીકે માન્યતા આપીએ . શાળા સંકુલના અધ્યક્ષ તરીકે સરકારી / ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના આચાર્ય તેમજ સભ્ય સચિવ તરીકે CRC કોર્ડિનેટર અને અન્ય માધ્યમિક પ્રાથમિક શાળાઓના આચાર્યો તેમજ આંગણવાડી સુપરવાઈઝરને સભ્યો તરીકે રાખવા . ( અમલીકરણ - સમગ્ર શિક્ષા કચેરી , પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નિયામકશ્રી શાળાઓની કચેરી , 9 ) હાલમાં રાજ્યમાં શિક્ષણ વિભાગ હસ્તકની શાળાઓ સિવાય સામાજિક અધિકારીતા અને ન્યાય વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આશ્રમશાળાઓ , મોડેલ સ્કૂલ્સ વગેરે કાર્યરત છે . રાજ્યની તમામ શાળાઓમાં શૈક્ષણિક એકસૂત્રતા રહે તે સંદર્ભે રાજ્યની તમામ પ્રકારની શાળાઓને શિક્ષણ વિભાગના સંક્લનમાં અને જિલ્લાકક્ષાએ ડીઇઓ / ડીપીઇઓના સંકલનમાં તેમજ 4 શિક્ષણ વિભાગના ઈ.આઈ , ટીપીઇઓ , બીઆરસી , સીઆરસી મારફત સતત મૂલ્યાંકન અને મોનીટરીંગમાં પણ આ વિભાગની શાળાઓને આવરી લઇએ . ( અમલવારી - શિક્ષણ વિભાગ , સામાજિક અધિકારીતા અને ન્યાય વિભાગ , આદિજાતિ વિકાસ વિભાગ ) 10 ) ધોરણ 10 અને 12 માટેની બોર્ડ પરીક્ષામાં બદલાવ લાવવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં ઉલ્લેખ કરવામાં આવેલ છે . રાજ્યમાં પ્રવર્તમાન સમયમાં ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાના પરીરૂપમાં ફેરફાર કરવાના થાય છે . આ બાબત સંદર્ભે રાજ્ય સ્તરની સમિતિની રચના કરવામાં આવે , જે કેન્દ્રીય ધારાધોરણો અને ભલામણોને ધ્યાને રાખી નવું પરીરૂપ તૈયાર કરવાનું સૂચન કરે . ( અમલવારી – શિક્ષણ વિભાગ , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ Page 5 of 8
11 ) રાજ્યમાં ધોરણ - 1 માં હાલમાં ભાષા તરીકે ગુજરાતી ભાષા અને ગણિત વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે . NEP 2020 માં દર્શાવેલ ત્રિભાષા સૂત્ર અમલીકરણ અન્વયે ધોરણ 1 થી ગુજરાતી ભાષાની સાથે Introductory English તરીકે અંગ્રેજી વિષયની શરૂઆત કરવામાં આવે . ધોરણ 1 થી 3 દરમિયાન શીખવવામાં આવતી અંગ્રેજી ભાષાને જે તે ધોરણની પરીક્ષાનો ભાગ નહીં બને . ધોરણ -4 અને આગળના ધોરણોમાં અંગ્રેજી વિષય પરીક્ષાનો ભાગ બનશે . ( અમલવારી - શિક્ષણ વિભાગ , જીસીઇઆરટી , પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી ) 12 ) રાજ્યમાં હાલમાં પ્રાથમિક થી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે સ્નાતક , અનુસ્નાતક કક્ષાના ગુણની સાથે TET / TAT પરીક્ષાના ગુણ સાથે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે . NEP 2020 સંદર્ભે હવેથી પ્રાથમિક થી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે સ્નાતક , અનુસ્નાતક કક્ષાના ગુણ તેમજ TET / TAT પરીક્ષાના ગુણ સાથે ઉમેદવારની ૩ સ્તરીય પસંદગી પ્રક્રિયા યોજવામાં આવશે , જેમાં વૈકલ્પિક પ્રશ્નો તેમજ વર્ણાત્મ પ્રશ્રો ઘરાવતી કસોટીઓ , ઇન્ટવ્યું તેમજ વર્ગખંડ પ્રક્રિયા નિદર્શનનો સમાવેશ કરવામાં આવશે . તેમજ તમામ ત્રણેય સ્તરના ગુણ . ઉમેરી મેરીટ તૈયાર કરવામાં આવશે . અમલવારી - શિક્ષણ વિભાગ ) 13 ) NEP 2020 સંદર્ભે રાજ્યના શિક્ષકોને પોતાના વ્યવસાયિક વિકાસ માટે દર વર્ષે ઓછામાં ઓછા 50 કલાક Continuous Professional Development ( CPD ) માટેના તાલીમી કોર્સીસ કરવાના થાય છે . આ અનુસંધાને શિક્ષકો દ્વારા પૂર્ણ કરવામાં આવનાર તાલીમો તેમજ વ્યવસાયિક કોર્સીસની નોંધ તેમની સર્વિસ બુકમાં કરવામાં આવે તેમજ તેમના ઉચ્ચતર પગાર ધોરણ માટેના ધારાધોરણો સાથે જોડવામાં આવે . 5 અમલવારી - શિક્ષણ વિભાગ , પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , નિયામકશ્રી શાળાઓની કચેરી , જીસીઇઆરટી )
14 ) ધોરણ 3 , 5 અને 8 ના અંતે બાળકો માટે ધોરણ 10 અને 12 ની જેમ પરીક્ષાનું આયોજન રાજ્યકક્ષાએથી કરવાનું થાય છે . આ અન્વયે ધોરણ 3 , 5 અને 8 ના અંતે પરીક્ષા લેવા માટેની જવાબદારી જીસીઇઆરટી . તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંકલનમાં રાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગરને આપવામાં આવે . શિક્ષણ વિભાગના તા . 12 / 02 / 2020 ના ઠરાવ સંદર્ભે તમામ સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ( Common examination ) ભાગ લેશે . ( અમલવારી – રાજ્ય પરીક્ષા બોર્ડ ) 15 ) NEP 2020 ના મુદ્દા ક્રમ ( 6.6 ) અનુસાર રાજ્યના વંચિત વિસ્તારોમાં ઉચ્ચ ગુણવત્તાની શૈક્ષણિક તકો વધારવા માટે વિશેષ શિક્ષણ ઝોન ( SEZ ) ની રચના તેમજ મુદ્દા ક્રમ ( 4.43 ) સંદર્ભે રાજ્યના વિશિષ્ટ પ્રતિભાશાળી અને હોશિયાર વિદ્યાર્થીઓની પ્રતિભાઓ અને રૂચિઓની ઓળખ અને કાળજી ( nurturing ) લેવા માટેની વ્યવસ્થાનું સૂચન નીતિમાં કરવામાં આવેલ છે . આ અનુસંધાને , રાજ્યમાં પ્રસ્તાવિત Schools Of Excellence પ્રોજેક્ટમાં ઉપરોક્ત બાબતોને આવરી લેવામાં આવેલ હોવાથી ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા સર્વાનુમતે સંમતિ આપવામાં આવેલ છે . આથી , રાજયમાં School Of Excellence ( SoE ) પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને સમાવતી નિવાસી શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે . આ SoE થકી શાળા દીઠ એકંદરે 3000 બાળકો લેખે 33 જિલ્લાઓના અંદાજિત 1 લાખ બાળકોને સમાવવામાં આવશે . આ માટે , ઉચ્ચ ગુણવત્તા ધરાવતા અને અનુભવી શિક્ષકોની કોન્ટ્રાક્ટ ધોરણે નિમણૂક કરવામાં આવશે . ( અમલવારી – શિક્ષણ વિભાગ , સમગ્ર શિક્ષાની કચેરી , પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , નિયામકશ્રી શાળાઓની કચેરી ) 16 ) રાજ્યમાં હાલમાં માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાન વિષય ફરજિયાત રીતે અભ્યાસક્રમમાં રાખવામાં આવેલ છે . પરંતું , ધોરણ 10 ના અંતે આ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ મોટાભાગના બાળકો વિજ્ઞાન પ્રવાહ સિવાય સામાન્ય પ્રવાહ તેમજ અન્ય વ્યવસાયલક્ષી કોર્સીસ કે લાઓ તરફ વળે છે . આ વિદ્યાર્થીઓ માટે માધ્યમિક કક્ષાએ શીખવાડવામાં આવતા ગણિત 6 Page 7 of 8

 ( બીજગણિત , ભૂમિતિ ) તેમજ વિજ્ઞાન ( ભૌતિક , રસાયણ અને જીવવિજ્ઞાન ) ની સંકલ્પનાઓ આગળની અભ્યાસ માટે બહુ ઉપયોગી નથી . આથી , વિજ્ઞાન પ્રવાહ સિવાયના અન્ય કોર્સીસમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક કક્ષાએ ગણિત અને વિજ્ઞાન વિષયના વિકલ્પમાં દૈનિક જીવનમાં ઉપયોગી એવા અંકગણિત તેમજ માનવજીવન વિજ્ઞાન જેવા વિષયો અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવે . ( અમલીકરણ – માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ઉપરોક્ત મુદ્દાઓની ચર્ચા બાદ સદર બેઠકના અંતમાં ડૉ . ટી . એસ . જોષી , સભ્ય સચિવશ્રી દ્વારા ઉપસ્થિત તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરી બેઠકની કાર્યવાહી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી . Sleelu L ( ડૉ . શૈ . એસ . જોષી ) સભ્ય સચિવ , NEP ટાસ્ક ફોર્સ સમિતિ , તથા નિયામક , જીસીઇઆરટી , ગાંધીનગર

શિક્ષણ નીતિ સંદર્ભે ટાસ્ક ફોર્સ સભ્યો દ્વારા સૂચવવામાં આવેલ મુદ્દાઓ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR