ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવા વર્ગ -૧ , વર્ગ -૨ અને વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય બાબત

 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવા વર્ગ -૧ , વર્ગ -૨ અને વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય બાબત 






1 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવા વર્ગ -૧ , વર્ગ -૨ અને વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય બાબત ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ઠરાવ ક્રમાંકઃ સશપ / ૧૩ ૨૦૧૬ / ૭૨૨૩૮૯ / અ -૧ સચિવાલય , ગાંધીનગર , તારીખઃ ૦૩/૦૩/૨૦૨૧ વંચાણે લીધાઃ ( ૧ ) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા .૦૭ / ૦૨૦૨૦ નો સરખા ક્રમાંકનો ઠરાવ ( ૨ ) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા .૦૩ / ૧૨ા ૨૦૧૯ નો ઠરાવ ક્રમાંક : અજાકા ૧૦૨૦૧૯/૧૮૮૭૦૩ ( ૫૭૧ ) / ગ ( ૩ ) નિયામકશ્રી , વિકસતી જાતિ કલ્યાણનો તા .૨૯ / ૧૨ / ૨૦૨૦ નો પત્ર ક્રમાંક : વિજાક / શિક્ષણ / GPSC / ૨૦૨૦-૨૧ / ૨૦૧૩ આમુખ : વંચાણે લીધા ક્રમાંક ( ૧ ) પરના આ વિભાગના ઠરાવથી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી વર્ગ -૧ , વર્ગ -૩ અને વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પસંદ થયેલ સંસ્થામાં કોચિંગ મેળવતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ .૨૦,૦૦૦ / અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે સહાય સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી સહાય ( ડી.બી.ટી. ) તરીકે ચૂકવવાની યોજના અમલમાં છે . ૨ . વંચાણે લીધા ક્રમાંક ( ૨ ) પરના આ વિભાગના તા .૦૩ / ૧૨૨૦૧૯ ના ઠરાવથી યુ.પી.એસ.સી. / જી.પી.એસ.સી. / સ્ટેટ કમિશના બેંક એલ.આઇ.સી. ગૌણ સેવા પસંદગી મંડળ , ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાતી વર્ગ -૧,૨ અને ૩ ની રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે પસંદ થયેલ સંસ્થામાં કોચિંગ મેળવતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ .૨૦,૦૦૦ / - અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે સહાય સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી સહાય ( ડી.બી.ટી. ) તરીકે ચૂકવવાની યોજના અમલમાં છે .





3 . હાલમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ગુજરાત જાહેર સેવા આયોગ ( જીપીએસસી ) ની વર્ગ -૧,૨ અને વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટે કોચીંગ સહાય આપવામાં આવે છે . તેની સાથે સાથે ( ૧ ) ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ ( જીએસએસએસબી ) , ( ૨ ) રાજ્ય પોલીસ ભરતી , ( ૩ ) ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ( જીપીએસબી ) વગેરે સહિતની તેમજ કેન્દ્ર કક્ષાની ( ૧ ) બેંકિંગ , ( ૨ ) રેલ્વે , ( ૩ ) આર્મી ભરતી ( ૪ ) સેન્ટ્રલ પોલીસ ફોર્સ ( CRPF , BSF , CISF વગેરે ) અને ( ૫ ) સ્ટાફ સિલેક્શન કમિશન ( એસએસસી ) વગેરે સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સમાવેશ કરવા માટે નિયામકશ્રી ( વિ.જા.ક. ) એ વંચાણે લીધા ક્રમાંક ( ૩ ) પરના પત્રથી દરખાસ્ત કરેલ હતી . જેને મંજૂરી આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . 1 ઠરાવ : પુખ્ત વિચારણાના અંતે અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની સમાન પ્રકારની યોજનાની જેમ હાલની બજેટ જોગવાઇની મર્યાદામાં જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ગુજરાત જાહેર સેવા આયોગ ઉપરાંત ( ૧ ) ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ ( જીએસએસએસબી ) , ( ર ) રાજ્ય પોલીસ ભરતી , ( ૩ ) ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ( જીપીએસબી ) વગેરે તેમજ કેન્દ્ર કક્ષાની ( ૧ ) બેંકિંગ , ( ૨ ) રેલ્વે , ( ૩ ) આર્મી ભરતી ( ૪ ) સેન્ટ્રલ પોલીસ ફોર્સ ( CRPF , BSF , CISF વગેરે ) અને ( ૫ ) સ્ટાફ સિલેક્શન કમિશન ( એસએસસી ) વગેરે દ્વારા લેવાતી વર્ગ -૧ , ૨ અને ૩ ની ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય તરીકે વિદ્યાર્થી દીઠ રૂ .૨૦,૦૦૦ / - અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે સહાય સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી સહાય ( ડી.બી.ટી. ) તરીકે આપવાનું આથી ઠરાવવામાં આવે છે . વંચાણે લીધા ક્રમાંક ( ૧ ) પરના આ વિભાગના ઠરાવની અન્ય શરતો / જોગવાઇઓ યથાવત રહેશે . આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર માન.મંત્રીશ્રી ( સા.ન્યા . ) ની તા .૧૦ / ૦૨ા ૨૦૨૧ ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે . ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે , ૧ 2 Suiss ( યુ . કે . પાઠક ) ઉપ સચિવ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ




ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવા વર્ગ -૧ , વર્ગ -૨ અને વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય બાબત 










ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવા વર્ગ -૧ , વર્ગ -૨ અને વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR