સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા બહાર પાડેલ પુસ્તકો

 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા બહાર પાડેલ પુસ્તકોમહત્વપૂર્ણ લિંક.આદિવાસી સંસ્કૃતિ વારસો પુસ્તક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


 ગુજરાતના લોકનૃત્યો પુસ્તક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


 ગુજરાતનો લોકકલા વૈભવ પુસ્તક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


ગુજરાતની સ્થાપત્યકલા પુસ્તક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


 ગુજરાતના લોકાત્સ્વો અને મેળાઓ પુસ્તક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


આદિજાતિની યોજનાઓ પુસ્તક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


ગુજરાતની લોકસંસ્કૃતિ પુસ્તક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


 ગુજરાતનો પુરાત્વીય વારસો પુસ્તક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા બહાર પાડેલ પુસ્તકો

https://www.techvechpro.com/2021/06/all-new-books.html

ગુજરાતની સંસ્કૃતિનું ઉગમ સ્થળ : ગુજરાતની લોકસંસ્કૃતિના ઉગમ વિશે કહેવું હોય તો એમ કહી શકાય કે , સાબરમતીના તીરે કૂબા બાંધીને રહેતા આદિમાનવના હાથે સૌ પ્રથમ વાર એનું પારણું બંધાયું હશે . જ્યારે સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનું પારણું નેસડાઓમાં રહીને પશુપાલન કરતી અરણ્યવાસી જાતિઓના હાથે બંધાયું હશે . ડૉ . હસમુખ સાંકળિયાએ કરેલું સાબરમતી ખીણનું સંશોધન આ વાતને સમર્થન આપે છે . મોહેં - જો - દડો અને હડપ્પાની નગરસંસ્કૃતિઓ વિકાસ પામી તેના પહેલાં પણ વિચરતી જાતિઓની લોકસંસ્કૃતિ અસ્તિત્વમાં હતી જ . આ સંસ્કૃતિના સ્પષ્ટ અવશેષો આજેય ગુજરાતના આદિવાસીઓનાં ઓજારો , દેવ - દેવલાંઓ , ભૂવા , જંતર - મંતર અને પશુ - પ્રાણીઓ તથા વૃક્ષપૂજામાંથી પ્રાપ્ત થાય છે . ગુજરાતની ભૂમિ પ્રાચીન સંસ્કૃતિનો વૈભવ - વારસો ધરાવતી માનવ વસવાટવાળી ધરતી છે . આ ધરતી પરથી લોકજીવનના પ્રાચીન અવશેષો પણ ભરપેટ મળી આવ્યા છે . ભારતમાંથી હડપ્પા સંસ્કૃતિના સંખ્યાબંધ પુરાવાઓ પ્રાપ્ત થયા છે . ગુજરાતમાં થયેલા પુરાતત્ત્વીય ઉત્પનનો દ્વારા લોથલ અને કચ્છમાં ધોળાવીરા ખાતેથી મળી આવેલા અવશેષો સાડાચાર હજાર વર્ષ પહેલાંના ઈતિહાસ પર પ્રકાશ પાડે છે અને સૈકાઓ પહેલાં વિકાસ પામેલી માનવ સંસ્કૃતિનું સુપેરે દર્શન કરાવે છે . પ્રકૃતિના ખોળે પાંગરેલી લોકસંસ્કૃતિ આદિકાળથી માનવીએ હરિયાળાં વન - ઉપવન , લહેરાતા સાગર અને ખળખળ નાદે વહેતી નદીઓના કાંઠે વસવાટ કર્યો હોવાથી ગુજરાતનાં પ્રકૃતિપરાયણ લોકજીવનમાં અને લોકસંસ્કૃતિમાં નિસર્ગનાં અનેક તત્ત્વો આવિષ્કાર પામ્યાં છે . આથી લોકજીવનમાં પ્રકૃતિ તરફનો પ્રેમ , નિર્દોષ આનંદપ્રિયતા , સત્યપરાયણતા , નિરાડંબરીપણું અને સરળતાના સંસ્કારો સુપેરે ખીલી ઊઠ્યા છે . સૌરાષ્ટ્રના અડીખમ ડુંગરાઓની ગાળિયુંમાં જંગલ અને ઝાડિયુંમાં વહેતી નદીઓના નીરે લોકજીવનમાં વટ , વ્યવહાર , ત્યાગ , ટેક , ખુમારી , રખાવટ અને પ્રેમશૌર્યના સંસ્કારને પોષ્યા છે . ગુજરાતમાં ગોપ સંસ્કૃતિનો ઉદય  ઃ ગુજરાતની અફાટ ધરતીને અડીને આવેલો છે એનો ૧૬૦૦ કિ.મી. લાંબો સાગરકાંઠો . પ્રાચીનકાળથી માનવ વસવાટને કારણે અહીં સાગર સંસ્કૃતિનો ઉદય થયેલો જોઈ શકાય છે . નળકાંઠાના પઢારોમાં સાગર સંસ્કૃતિના અવશેષો સ્પષ્ટપણે જોઈ શકાય છે . આજથી આઠેક હજાર વર્ષ પૂર્વે દેવ દેવીની ઉપાસના કરનાર અને માછીમાર તરીકેનું જીવન ગુજારતી નિષાદ પ્રજાએ ગુજરાતની ધરતી પર પગરણ માંડ્યા . કોળી , ખારવા , વાઘેર અને મિયાણા આ જાતિના વારસદારો ગણાય છે . 


છે “ ગુજરાત ” - ઐતિહાસિક સાંસ્કૃતિક પરિચય ભારતીય સાંસ્કૃતિક વારસો તેના ભવ્ય ઐતિહાસિક ધરોહરથી સદાય હર્યોભર્યો રહ્યો છે . ગુજરાતમાં વિવિધ માનવ સંસ્કૃતિઓ નિખાર પામી હતી . જેમાં વિવિધ ભાષા , બોલી , પહેરવેશ , જીવનશૈલી , સંસ્કાર , સભ્યતાની કલાઓનો સમાવેશ થાય છે . જેમાં સ્થાપત્ય , કલા વારસો વિવિધ પ્રદેશના પ્રજાવત્સલ રાજાઓ , મહારાજાઓ , સુબા અને દિવાનો તેમજ પ્રજાઓએ ગુજરાતમાં વસવાટ દરમિયાન સ્થાપેલ પોતાની વિવિધ કલા - સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે . ગુજરાતના આનર્ત , લાટ , માળવા , પાંચાલ , સોરઠ , કચ્છ , બન્ની જેવા વિવિધ પ્રદેશો તેની લોક સંસ્કૃતિઓ અને પ્રતાપી રાજવીઓએ પ્રજા માટે આરામ કરવાના સ્થળો , હવા મહેલો , રજા ગાળવા ઉજાણી ગૃહો , પીવાના પાણી માટે કૂવા , તળાવો , વાવો , ધાર્મિક મંદિરો અને મસ્જિદો વગેરેની બેનમૂન સ્થાપત્ય - કલા વિકસાવી હતી . તે જે તે પ્રદેશોની પ્રજા અને સંસ્કૃતિની આગવી ઓળખ બનીને ઐતિહાસિક ગવાહી પૂરે છે . આ પુરાતત્ત્વીય વારસો અતિવૃષ્ટિ , અનાવૃષ્ટિ , ભૂકંપ , રેલ તેમજ ક્લાયમેટ ચેન્જ જેવા ભૂસ્તરિય અને હવામાન ફેરફારોના કારણે લુપ્ત થતી જાય છે . આ મહામૂલા વારસાને જાળવવા સરકારનું પુરાતત્ત્વ ખાતું સંશોધનો અને ઉત્પનન કરી તેનું રક્ષણ થાય તે માટે સ્મારકોને રક્ષિત જાહેર કરી તે અંગેની નવી પેઢીને જાણકારી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે . તેની ઝાંખી આપણે આ પુસ્તકમાં નીહાળીએ . • ‘ ગુજરાત ' નામકરણ : સૌ પ્રથમ ‘ ગુજરાત ’ શબ્દ ‘ અબુરાસ ’ ( Aaburas ) ( ઈ.સ. ૧૨૩૩ ) માં જોવા મળે છે . સોલંકી કાળ દરમિયાન આ દેશ ‘ ગુર્જરદેશ ' તરીકે ઓળખાતો હતો . આ સમય પહેલાં ગુજરાતના વિવિધ ભાગો આનર્ત , લાટ , સુરા , અપરાન્ત તરીકે ઓળખાતા હતા . લાટ એ નર્મદા અને તાપી નદી વચ્ચેનો પ્રદેશ અથવા સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત ‘ લાટ ' તરીકે ઓળખાતું હતું . સૌરાષ્ટ્ર પ્રાકૃતમાં “ સુર ” અથવા “ સોરઠ ” તરીકે ઓળખાતો હતો . એનું સંસ્કૃત રૂપાંતર ‘ સુરાષ્ટ્ર ' અથવા સૌરાષ્ટ્ર છે . ઉત્તર ગુજરાતનો આબુથી સાબરમતી નદીનો પ્રદેશ ‘ આનર્ત તરીકે ઓળખાતો હતો . મરાઠા શાસનમાં સૌરાષ્ટ્ર “ કાઠિયાવાડ ” તરીકે ઓળખાતું હતું . ત્યારબાદ બ્રિટિશ શાસનમાં પણ આ નામ ચાલુ રહ્યું . આઝાદી બાદ તે સૌરાષ્ટ્ર તરીકે ઓળખાય છે . પ્રાચીન ભારતનું પાંચ ભાગમાં વિભાજન કરવામાં આવ્યું હતું . તેના પેટા વિભાગમાં કેટલાક જનપદોનું વિભાજન કરવામાં આવ્યું હતું . હાલના ગુજરાતનો તે સમયના પ્રદેશને ‘ અપરાન્ત'માં સમાવેશ થયો હતો . અપરાન્ત ’ એટલે ભારતની ઉત્તર દરિયાઈ સીમાનો અંત આવે છે . કેટલીકવાર તેમાં મધ્યપ્રદેશનો પણ સમાવેશ કર્યો હતો . આ સમય બુદ્ધકાળનો હતો . બૌદ્ધ સાહિત્યમાં આ પ્રદેશનો ઉલ્લેખ ‘ લાટ ’ અને ‘ સૌરાષ્ટ્ર પ્રદેશ તરીકે થયો છે . • “ લાટ'- “ સુરષ્ઠ ' પ્રદેશ : ‘ લાટ ' શબ્દની ઉત્પત્તિ માટે વિદ્વાનોમાં મતભેદ જણાય છે . પરંતુ રટ્ટ - લટ્ટ નામે જાતિના નામ પરથી થઈ હોવાનો મત સહુથી વધુ સંભવિત જણાય છે . સુરદ્દ સુરાષ્ટ્ર અને મહારઝું- મહારાષ્ટ્ર એ બે પ્રદેશના નામોના મૂળમાં પણ એ જ “ રટ્ટ ' શબ્દ રહેલો છે . ‘ લાટ ’ નામ ઈ.સ. ની પાંચમી સદીથી અભિલેખોમાં જોવા મળે છે . આ પ્રદેશ માલવદેશની પશ્ચિમે , ગુર્જર દેશની દક્ષિણે અને અપરાન્ત - ત્રિકુટ દેશની ઉત્તરે આવેલા સમસ્ત ગુજરાતના પ્રદેશ માટે પ્રયોજાતું હતું . એનો ઉલ્લેખ ટૉલેમીની ભૂગોળ અને વાત્સ્યાયનના કામસૂત્રમાં જોવા


મળે છે . લાટ દેશમાં સુરાષ્ટ્ર અને પશ્ચિમ માલવનાનો પણ સમાવેશ થતો હતો . આઠમી સદી સુધી લાટનો વિસ્તાર કચ્છ - સૌરાષ્ટ્રથી શરૂ કરીને ઉર્જન સુધીનો પ્રદેશ આવી જતો હતો . કર્ણાટકના રાષ્ટ્રકુટોએ આ પ્રદેશ પર શાસન સ્થાપતાં તેની હેઠળના શાસનના ભાગને ‘ લાટ મંડળ ' નામ અપાયું હતું . આગળ જતાં માત્ર દક્ષિણ ગુજરાત માટે જ ‘ લાટ ' નામ વપરાતું હતું . • આનર્ત દેશ : ભગવદગોમંડલમાં જણાવ્યા અનુસાર ‘ આનર્ત ’ ભારતનો આ નામનો દેશ . વૈવસ્વત મનુનો પૌત્ર અને યયાતિનો દીકરો . આ સૂર્યવંશી રાજાના નામ પરથી ગુજરાતના કેટલાક ભાગનું નામ આનર્ત પડ્યું . તેનો પુત્ર રેવત કુશસ્થલી અથવા દ્વારકા નામની રાજધાનીમાં રહીને આખા આનર્ત પ્રદેશ પર રાજ કરતો હતો . આનર્તનું મુખ્ય શહેર દ્વારકા હતું . પાછળથી તેણે વડનગર પાસે આનર્તપુર વસાવી ત્યાંથી રાજ કરતો હતો . આ સંદર્ભો જોતાં સમગ્ર સૌરાષ્ટ્ર - કાઠીયાવાડ અને આખો ગુજરાત તે સમયે આનર્તનો એક ભાગ હતો . આગળ જતાં સૌરાષ્ટ્રથી અલગ એવા ગુજરાતના પ્રદેશ માટે વપરાતું હતું . રૂદ્રદામાના લેખમાં આનર્તને સુરાષ્ટ્ર સાથે સંયુક્ત નામે બોલાવાતું હતું . પરંતુ બીજી સદીના શિલાલેખોમાં આનર્તને સૌરાષ્ટ્રથી અલગ દર્શાવ્યું છે . પુરાણોમાં આ નામ ઉત્તર ગુજરાતના મર્યાદિત અર્થમાં વપરાયું છે . તેની રાજધાની આનર્તપુર એ ઉત્તર ગુજરાતમાં આનંદપુર ( વડનગર ) ને દર્શાવી છે . આમ “ આનર્ત ” નામ સમગ્ર ગુજરાત માટે વપરાતું હતું . પરંતુ આગળ જતાં માત્ર ઉત્તર ગુજરાત માટે જ વપરાયું . • ગુર્જર દેશ આ “ ગુર્જર ' શબ્દની ઉત્પત્તિ માટે અનેક મતો સુચવાયા છે . એમાં જુગ પરથી ‘ ગુર્જર ’ થયું એમાં અરબી પ્રત્યય ‘ મા ’ ઉમેરાયો ત્યારે ‘ ગુજરાતમાં રૂપાંતર થયો . રાષ્ટ્રકુટોના દાનપત્રોમાં ગૂજ્વરેશ્વરપતિ અને પૂજ્જરેશ્વર શબ્દો મળે છે . જે ગુર્જર રાજાને ઉદ્દેશીને લખાયા છે . અહીંયાં જુન્નર વંશવાચક શબ્દ છે . હર્ષચરિતના બાણ પ્રભાકરવર્ધન ( ઈ.સ. ૬૦૦ ની આસપાસ ) ને ગુર્ધર , VIR કહે છે . આ શબ્દમાં ‘ ગુર્જર ” પ્રજા અને દેશ હોવાનો સંકેત કરે છે . ગુજરાતના ચૌલુક્યોની પૂર્વે આ ઉત્કીર્ણ લેખોમાં પણ “ ગુર્જર ' , “ ગુર્જરવંશ ’ , ‘ ગુર્જરદેશ ' , ‘ ગુર્જરમંડલ ’ ગુર્જરભૂમિ ગુર્દારત્રી , મુન્દ્રારા શબ્દો જોવા મળે છે . આચાર્ય ગિ.વ.ના “ ગુજરાતના ઐતિહાસિક “ ઉત્કીર્ણ લેખો ” ગ્રંથ -૧ માં ગુર્જરવંશના લેખો લેખ નં . ૧૦૯ માં દર્શાવ્યું છે કે , નાંદોદ - દક્ષિણ ગુજરાતનો રાજવંશનો સ્થાપક દદ્ ૧ લો ગુર્જર બ્રાહ્મણ હરિચંદ્રનો ક્ષત્રિયાણીથી ઉત્પન્ન થયેલો પહેલો પુત્ર હતો તેના બીજા પુત્રે ભિન્નમાલમાં ગુર્જર પ્રતિહાર વંશની સ્થાપના કરી હતી . આ રીતે ગુર્જર ઈ.સ. ૫OO થી પ્રસિદ્ધ થયો છે . દર્દ ૧ લો ચાંદોદ - દક્ષિણ ગુજરાતમાં સ્થિર થયો છતાં તે પ્રદેશનું નામ “ ગુર્જરદેશ ' રાખ્યું ન હતું . પરંતુ બીજા પુત્ર ભિન્નમાલને રાજધાની બનાવી આબુના ઉત્તર દિશાના વિશાળ પ્રદેશને “ ગુર્જરદેશ ' તરીકે જાણીતો કર્યો હતો . ઈ.સ. ની ૧૦ મી સદીમાં આબુના ઉત્તર બાજુના પ્રદેશ માટે પુર્નરત્ર કે પૂર્ખરવા પ્રા . ઉન્નતા અને અરબી મુન્નાત શબ્દો પ્રચલિત હતા . આરબ પ્રવાસી અલ્બીરૂની એ ( ઈ.સ. ૧૦૩ ) પોતાની પ્રવાસ નોંધમાં આબુથી ઉત્તર જૈપુર સુધીના પ્રદેશ માટે ક્રિાતિ શબ્દ પ્રયોજ્યો હતો . આરબો પશ્ચિમ ભાગના પ્રદેશો ઉપર અવારનવાર હુમલાઓ કરતાં હતાં . આબુની ઉત્તરના પ્રદેશમાં રહેતી પ્રજા ‘ ગુર્જર ’ હોવાથી આરબોએ આ પ્રદેશ માટે પ્રજાવાચક નામ શુન્દ્ર નું બહુવચન અરબી ભાષામાં પુત્રીત થતું હોય આરબોએ આ પ્રદેશને આપેલ નામ ગુજરાત પ્રચારમાં આવ્યું . પ્રાકૃત મુક્કારતા કે સંસ્કૃત " રત્ર નામ પ્રજામાં વપરાતું ન હતું . પરંતુ અરબી પ્રવાસીએ આપેલ નામ ગુઝાત ગુજરાત , વધારે પ્રસિદ્ધ થયું હતું .

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા બહાર પાડેલ પુસ્તકો

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા બહાર પાડેલ પુસ્તકો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR