કોવીડ -૧૯ ના સંક્રમણને નિયત્રણમાં લેવા માટે માનવબળની સેવાઓ લેવા બાબત

 
કોવીડ -૧૯ ના સંક્રમણને નિયત્રણમાં લેવા માટે માનવબળની સેવાઓ લેવા બાબત
https://www.techvechpro.com/2021/04/blog-post.html


https://www.techvechpro.com/2021/04/blog-post.htmlકોવીડ -૧૯ ના સંક્રમણને નિયત્રણમાં લેવા માટે માનવબળની સેવાઓ લેવા બાબત .  કોવીડ -૧૯ રોગના અટકાયત અને નિયંત્રણની કામગીરી ત્વરીત રીતે હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એક્ટ , ૧૮૯૭ હેઠળ આ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક- ( ૧ ) ના જાહેરનામાંથી રાજયમાં “ ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન , ૨૦૨૦ " લાગુ કરવામાં આવેલ છે . રાજયમાં હાલમાં કોવીડ -૧૯ ના વધતા જતા સંક્રમણના કારણે રાજય સરકારની તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો સતત કાર્યરત છે . મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફ , તબીબી અને નર્સીગ સ્ટ્રેન્ડન્ટોની સેવાઓ પણ લેવામાં આવી રહેલ છે તેમજ ફ્રન્ટલાઈન વર્કર તરીકે વિવિધ વિભાગના કર્મચારીઓ ફરજ પર કાર્યરત છે પરંતુ વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાને લેતા આ અંગે વધુ માનવબળની જરૂરિયાત જણાય છે . આથી , કમિશ્નરશ્રી ( આરોગ્ય ) દ્વારા વંચાણે લીધેલ ક્રમ- ( ૨ ) ના પત્રથી કોવીડ -૧૯ સંક્રમણને નિયંત્રણમાં લેવાની કામગીરી માટે ખાનગી અને સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલિત હોસ્પિટલો કે અન્ય પ્રકારની આરોગ્ય સેવા લગતની સંસ્થાઓના માનવબળની સેવાઓ લેવાની સત્તા જિલ્લા વહીવટીતંત્રને આપવા બાબતની દરખાસ્ત વિભાગને કરેલ છે . પ્રસ્તુત બાબતે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા એપેડેમીક ડીસીઝ એકટ , ૧૮૯૭ અન્વયેના “ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન -૨૦૨૦ ” તેમજ “ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ -૨૦૦૫ " ની જોગવાઇ હેઠળ મળેલ સત્તાની રૂએ જીલ્લા વહીવટીતંત્રના મ્યુનિસિપલ કમિશ્નરશ્રીઓ તથા કલેકટરશ્રીઓ રાજય સરકારના તમામ વિભાગો હેઠળ ફરજ બજાવતા સરકારી / અર્ધસરકારી અધિકારી / કર્મચારીઓને તથા ખાનગી , સ્વૈચ્છિક સંસ્થાઓ કે અન્ય કોઈપણ પ્રકારની સંસ્થાઓ / વ્યક્તિઓ સંબંધિત માનવબળને પોતાની હસ્તક રાખી શકશે તેમજ સરકારી / ખાનગી / અર્ધસરકારી કર્મચારીઓની સેવા લીધા સિવાય અથવા સરકારી / ખાનગી / અર્ધસરકારી કર્મચારીઓ ઉપલબ્ધ ન થાય તો હાલ કોઈ કામગીરીમાં જોડાયેલ ન હોય તેવા હોશિયાર - અનુભવી - જરૂરી લાયકાત ધરાવતા યુવાન - યુવતીઓને તદ્દન હંગામી ધોરણે આઉટસોસીંગથી માત્ર કોરોના સંક્રમણ - સારવારની જરૂરી કામગીરી માટે નિમણૂંક કરી શકશે . આ બાબતે દરેક જિલ્લાઓમાં પગારધોરણ સરખું રહે તે બાબતની તકેદારી રાખવાની રહેશે . કોવીડ -૧૯ મહામારીને લગતી કામગીરીમાં સંરક્ષણ સંબધિત એટલે કે આર્મી , નેવી , એરફોર્સની સંસ્થાઓ / વ્યકિતઓ સિવાય ઉપરોક્ત રીતે માનવબળની સેવાઓ જરૂરિયાત મુજબ લઈ શકાશે . આ હુકમ સરખા ક્રમાંકની ફાઈલ પર સરકારશ્રીની તા .૧૬ / ૦૪ / ૨૦૨૧ ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે . . 


કોવીડ -૧૯ ના સંક્રમણને નિયત્રણમાં લેવા માટે માનવબળની સેવાઓ લેવા બાબત


કોવીડ -૧૯ ના સંક્રમણને નિયત્રણમાં લેવા માટે માનવબળની સેવાઓ લેવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR